Breaking News
Home / બિઝનેસ / ટેક મહિન્દ્રા અને હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

ટેક મહિન્દ્રા અને હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

ડિજિટલ પરિવર્તન, કન્સલ્ટિંગ અને બિઝનેસ રિ-એન્જિનીયરિંગ સેવાઓ અને સોલ્યુશન્સમાં અગ્રણી પ્રોવાઇડર ટેક મહિન્દ્રાએ સફળતાપૂર્વક ડિજિટલ પરિવર્તન દ્વારા ક્લાયન્ટને સપોર્ટ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરની સાયબર સુરક્ષા સોલ્યુશનો ઓફર કરવા દુનિયાભરમાં અદ્યતન સાયબર સુરક્ષા સોલ્યુશનોની અગ્રણી પ્રોવાઇડર હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યૂહાત્મક જોડાણ કરવાની જાહેરાત કરી હતી.

આ વ્યૂહાત્મક જોડાણ બંને કંપનીઓને નવા ઝીરો ટ્રસ્ટ વાતાવરણમાં ટેક મહિન્દ્રાની સાયબર સુરક્ષા અને અન્ય વ્યૂહાત્મક કેન્દ્રિત અદ્યતન ટેકનોલોજીઓની સાથે સાયક્યુરેક્સની મુખ્ય SDP (સોફ્ટવેર ડિફાઇન પેરિમીટર) ટેકનોલોજી અને સોલ્યુશનોનો ઉપયોગ કરીને લીડર બનવા સક્ષમ બનાવશે. આ જોડાણ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સંપૂર્ણ લાઇફ સાયકલમાં ડેટા ઇન મોશન, ડેટા ઇન યુઝ અને ડેટા એટ રિસેટમાં ડેટાની સુલભતા માટે અદ્યતન સાયબર સીક્યોરિટી પ્રોટેક્શન મેળવવા સક્ષમ બનાવશે.

કન્સલ્ટિંગ અને ડિજિટલ પરિવર્તનમાં કુશળતાના દાયકા સાથે ટેક મહિન્દ્રા સેવાઓનું કન્સલ્ટિંગ, આયોજન, ડિઝાઇનિંગ, ઇન્ટિગ્રેશન, ઓર્કેસ્ટ્રેશન અને ઓટોમેશન પ્રદાન કરશે. સારી રીતે વિવિધતાસભર, મલ્ટિબિલિયન ડોલર ટર્નઓવર ધરાવતું બહુરાષ્ટ્રીય હિંદુજા ગ્રૂપનાં નવા અને મહત્ત્વપૂર્ણ બિઝનેસ વર્ટિકલનું પ્રતિનિધિત્વ કરતી સાયક્યુરેક્સ સાયબર સીક્યોરિટી ડોમેન – ભવિષ્યમાં નવું મિડલવેરમાં ક્ષમતાઓને પ્રાથમિકતા આપશે, જે ભારત અને અમેરિકામાં સંશોધન અને વિકાસ કેન્દ્રો ધરાવે છે તેમજ એની ઓફિસો અમેરિકા, યુરોપ/બ્રિટન, મધ્ય પૂર્વ અને ભારતમાં ફેલાયેલી છે.

 ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સી પી ગુર્નાનીએ કહ્યું હતું કે, હાલની કટોકટીમાંથી મજબૂત અને સ્માર્ટ બનીને બહાર આવવા કંપનીઓએ ડિજિટલ પરિવર્તન માટેની કામગીરીને વેગ આપ્યો છે. ડિજિટલ સેવાઓમાં વૈશ્વિક અગ્રણી પ્રોવાઇડર તરીકે ટેક મહિન્દ્રા વ્યૂહાત્મક પાર્ટનરશિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરના સમાધાનો દ્વારા અમારા ગ્રાહકો અને પાર્ટનર ઇકોસિસ્ટમ માટે નવી વ્યાવસાયિક તકો અને અનુભવો મેળવવા અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા કટિબદ્ધ છે. અમે સાયબર સુરક્ષાને આવશ્યક સેવાની સાથે અમારા ક્લાયન્ટ માટે મુખ્ય વ્યાવસાયિક વિશિષ્ટતા તરીકે જોઈએ છીએ. હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સ સાથે પાર્ટનરશિપ અમારા મુખ્ય વ્યવસાય સાથે સુસંગત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારા ગ્રાહકો માટે પસંદગીના સાયબરસુરક્ષા પાર્ટનર તરીકે અમારી પોઝિશનને વધારે મજબૂત કરશે.

હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન જી પી હિંદુજાએ કહ્યું હતું કે, આ પાર્ટનરશિપ સાયબર સીક્યોરિટી ડોમેનમાં ગેમ ચેન્જર છે. આ અગ્રણી સીક્યોરિટી સર્વિસીસ કંપની ટેક મહિન્દ્રા અને અમારી નવી ટેકનોલોજી કંપની સાયક્યુરેક્સને અતિ સુરક્ષિત, ઝડપી અને અદ્યતન ડિજિટલ દુનિયા ઊભી કરવા એકમંચ પર લાવશે. મને હું આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને લઈને ખુશ છું, કારણ કે આ અમારા સ્થાપકના મુખ્ય સિદ્ધાંતો પૈકીના એક સિદ્ધાંત વૃદ્ધિ માટે ભાગીદારીને સુસંગત છે. વ્યવસાયના ઝડપથી ડિજિટલ પરિવર્તન સાથે અમારું માનવું છે કે, સાયબર સુરક્ષા તમામ ડિજિટલ એસેટને સુરક્ષિત રાખવા પાયો બની જશે, ખાસ કરીને ભારત અને અન્ય વિસ્તારોના ડિજિટલ પરિવર્તન માટે. અમે આગામી વર્ષોમાં ઘણી વધારે સ્વદેશી અદ્યતન સાયબર સુરક્ષા ઉત્પાદનો અને ટેકનોલોજીઓ વિકસાવવા કટિબદ્ધ છે, જેનું વિઝન વિકાસશીલ સાયબર સીક્યોરિટી સોલ્યુશન્સ માર્કેટમાં મુખ્ય વૈશ્વિક કંપની બનવાનું છે.

 સાયક્યુરેક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ઇન્ટેલિજન્સ અને સીક્યોરિટી પર ભારતના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર એમ કે નારાયણને કહ્યું હતું કે, હું ટેક મહિન્દ્રા સાથે જોડાણને લઈને આતુર છે. આ મહત્ત્વપૂર્ણ જોડાણ છે અને મને આશા છે કે, આ સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન જેવી અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા ઉદીપક બનશે તેમજ વ્યવસાયો, મહત્ત્વપૂર્ણ માળખાગત અને સરકારી સુવિધાઓની સુરક્ષા કરવા સાયબર સીક્યોરિટી પ્લેટફોર્મ ઊભું કરશે. આ ડિજિટાઇઝેશનને નવી ઊંચાઈએ લઈ જવાની ખાતરી આપે છે, દુનિયાભરમાં સંપૂર્ણ સાયબર સુરક્ષાના સોલ્યુશન્સ  સાથે દુનિયાભરમાં ક્લાયન્ટ પ્રદાન કરશે.

 ટેક મહિન્દ્રા અને હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ ડેટાને વાજબી ધોરણે સુરક્ષા પ્રદાન કરશે, વિવિધ દેશોને ચોરીના અપરાધ સામે રક્ષણ પ્રદાન કરશે તેમજ સાતત્યપૂર્ણ વ્યવસાય, સ્પર્ધાત્મકતા અને ફ્લેક્સિબિલિટી માટે સાયબર સીક્યોરિટી સોલ્યુશન પ્રદાન કરશે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર કેન્દ્રિત TechMNxt (ટેકએમએનક્સ્ટ) ચાર્ટર અને સાયબર સીક્યોરિટી સોલ્યુશન્સની અગ્રણી પ્રોવાઇડર તરીકે હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સ સંયુક્તપણે સાયબર સુરક્ષાની દુનિયામાં નવી તકો ઉપલબ્ધ કરશે. સાથ સાથે હિંદુજા ગ્રૂપની સાયક્યુરેક્સ સાયબર સીક્યોરિટી સ્પેસમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ, કન્સલ્ટિંગ સેવાઓ અને ડિલિવરી માટે કામ કરશે.

About Kevalnews

Check Also

એલએન્ડટી મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *