Breaking News
Home / 2020 / June

Monthly Archives: June 2020

PM FME યોજનાથી કુલ રૂ. 35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશેઃ હરસિમરત કૌર બાદલ

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતિ હરસિમરત કૌર બાદલે તા.29 જૂન,2020ના રોજ “આત્મનિર્ભર ભારત અભિયાન” ના હિસ્સા તરીકે “પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીઝ (પીએમ એફએમઈ)” યોજનાનો પ્રારંભ કર્યો છે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી કુલ રૂ.35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશે તથા 8 લાખ એકમોને માહિતી, તાલિમ તથા બહેતર બજાર અને ઔપચારિકરણનો લાભ મળશે. આ પ્રસંગે આ યોજનાની માર્ગરેખાઓ પણ જાહેર કરવામાં આવી હતી. સ્થાનિક ફૂડ પ્રોસેસીંગ એકમોની ભૂમિકા અંગે પ્રકાશ ફેંકતા કેન્દ્રીયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગામડાંના ઉદ્યોગસાહસિકો દ્વારા ગામડાંઓમાં ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરીને સ્થાનિક લોકોને પૂરી પાડવાની લાંબા સમયથી ચાલી આવતી વ્યવસ્થા છે. માનનીય પ્રધાનમંત્રીએ તા.12-05-2020ના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સ્થાનિક એકમોનું મહત્વ અને તેમની ભૂમિકા વિશે ભારપૂર્વક જણાવ્યુ હતું. “કટોકટીના સમયમાં આ સ્થાનિક એકમોએ માંગ પૂરી કરી છે અને તેણે આપણને બચાવ્યા છે. સ્થાનિક એ માત્ર જરૂરિયાત નથી, તે આપણી જવાબદારી પણ છે. સમયે આપણને શિખવ્યું છે કે આપણે સ્થાનિકને જીવન મંત્ર તરીકે સ્વિકારવા જોઈએ. તમે આજે જે વૈશ્વિક બ્રાન્ડઝનો અનુભવ કરો છો તે ક્યારેક સ્થાનિક બ્રાન્ડ જેવી જ હતી, પરંતુ લોકોએ તેનો ઉપયોગ શરૂ કરતાં, તેને પ્રોત્સાહન આપવાનું શરૂ કરતાં તેનું બ્રાન્ડીંગ થયું અને તે અંગે ગૌરવ અનુભવવા લાગ્યા. આથી તે સ્થાનિક પ્રોડક્ટસમાંથી વૈશ્વિક બ્રાન્ડઝ બની ગઈ. જેના કારણે આજથી દરેક ભારતીય વ્યક્તિએ સ્થાનિક માટે બોલકા થવાનું છે. માત્ર સ્થાનિક બ્રાન્ડ ખરીદવાની જ નથી, પણ તેનો ગૌરવભેર પ્રચાર કરવાનો છે. મને વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકશે. ” ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ ક્ષેત્ર હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે અંગે વાત કરતાં શ્રીમતિ બાદલે જણાવ્યું હતું કે અસંગઠીત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેના કારણે તેમની કામગીરી અને વૃધ્ધિ મર્યાદિત બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પડકારોમાં આધુનિક ટેકનોલોજી અને ઉપકરણો, તાલિમ, સંસ્થાકિય ધિરાણ, પાયાની જાણકારીનો અભાવ, ઉત્પાદનોના ગુણવત્તા નિયંત્રણ અંગે જાગૃતિનો અભાવ, બ્રાન્ડીંગનો અભાવ તથા માર્કેટીંગ કૌશલ્ય વગેરેનો અભાવ નડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વ્યાપક ક્ષમતા હોવા છતાં પણ આ પ્રકારના પડકારોને કારણે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્ર મૂલ્ય વૃધ્ધિ અને ઉત્પાદનની દ્રષ્ટિએ ઘણું ઓછુ પ્રદાન કરી શકે છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં અંદાજે 25 લાખ જેટલા એકમો આવેલા છે, જે રોજગારીમાં 74 ટકાનું પ્રદાન કરે છે. આ એકમોમાંથી અંદાજે 66 ટકા એકમો ગ્રામ વિસ્તારોમાં આવેલા છે અને તેમાંના 80 ટકા પરિવાર આધારિત એકમો છે, જે ગ્રામ્ય પરિવારોને આજીવિકા પૂરી પાડવાની સાથે સાથે શહેરી વિસ્તારોમાં થતું તેમનું સ્થળાંતર રોકે છે. આ એકમો મહદ્દ અંશે માઈક્રો એકમોની કક્ષામાં આવે છે.

Read More »

રાજ્યની સરકારી શાળાના મકાનો-સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ- રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિથી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સરકારી શાળાના મકાનો, સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ અપનાવી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ …

Read More »

હોન્ડાએ ભારતમાં 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સની ડિલિવરી શરૂ કરી

#TrueAdventureના જુસ્સાને આગળ વધારી હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે 2020 આફ્રિકા ટ્વિન્સ એડવેન્ચર સ્પોર્ટ્સની ડિલિવરી શરૂ કરી હતી. હરિયાણાના ગુરુગ્રામમાં હોન્ડાની એક્સક્લૂઝિવ પ્રીમિયમ બિગ-બાઇક ડિલરશિપ – ધ હોન્ડા બિગવિંગમાં સંપૂર્ણપણે નવા 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર્સની ચાવી એના સૌપ્રથમ ગ્રાહકને સુપરત કરવામાં આવી હતી.વર્ષ 2017માં પ્રસ્તુત અને હોન્ડાની …

Read More »

કાર્લાઇલ અને પિરામલ ફાર્માએ 20 ટકા સ્ટ્રેટેજિક ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ પર સમજૂતી કરી

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (“PEL”, NSE: PEL, BSE: 500302, 912460) અને કાર્લાઇલ ગ્રૂપે આજે જાહેરાત કરી હતી કે, ધ કાર્લાઇલ ગ્રૂપ ઇન્ક.ની સંલગ્ન કંપનીઓ દ્વારા મેનેજ ઇન્વેસ્ટમેન્ટ ફંડ CAP V મોરેશિયસ લિમિટેડની સાથે જોડાયેલ CA ક્લોવર ઇન્ટરમીડિયેટ II ઇન્વેસ્ટમેન્ટ્સ (સંયુક્તપણે “Carlyle”, NASDAQ: CG) પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાર્મા …

Read More »

ગુજરાતમાં રિકવરી રેટ ૭ર ટકા-એકટીવ પેશન્ટસ કેસના સાડા ત્રણ ગણાં સારવાર સુશ્રુષાથી સાજા થઇ ગયા છે:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં કોવિડ-19ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને જાણકારી મેળવવા અમદાવાદની મૂલાકાતે આવેલા ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ શ્રી લવકુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના કોવિડ-19ના નવા દર્દીઓની સાપેક્ષમાં …

Read More »

કોવિડ-19ના જોખમ વચ્ચે સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય બિમારીઓ ડેન્ગ્યુ અને મેલેરિયા સામે લડવા તૈયાર રહો

ડૉ. મુકેશ સંકલેચા, પીડિયાટ્રિશિયન સંપૂર્ણ દેશ જીવલેણ કોરોનાવાયરસ સામે સહિયારી લડાઈ રહ્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે લાખો લોકોનો જીવ લીધો છે. રોગચાળાથી આપણા રોજિંદા જીવનમાં પરિવર્તન થયું છે અને સ્વચ્છતાની સંશોધિત પ્રેક્ટિસ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર ઊભી થઈ છે. જ્યારે ભારત રોગચાળાનાં સંકજામાં સપડાયું છે, ત્યારે જીવાણુ કે વિષાણુજન્ય …

Read More »

સ્નાઇડર ઇલેક્ટ્રિક ભારત માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર એની ઓફરનું વિસ્તરણ કરશે

ઊર્જા વ્યવસ્થાપન અને ઓટોમેશનના ડિજિટલ પરિવર્તનમાં લીડર સ્નાઇડર ઇલેક્ટ્રિકએ દેશમાં એનાં ઇ-કોમર્સ પ્લેટફોર્મની જાહેરાત કરી હતી. આ પ્લેટફોર્મ પર સ્નાઇડર ઇલેક્ટ્રિક B2B ઉત્પાદનોની વિસ્તૃત રેન્જ જોવા મળશે, જેમાં એની હોમ પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જ સામેલ છે. આ એના પાર્ટનર્સ અને કસ્ટમર્સ સોર્સ પ્રોડક્ટ્સને મદદ કરવાનો પ્રયાસ છે, જે હાલની સ્થિતિમાં માનવીય …

Read More »

બેંક ઓફ બરોડાએ સલામત અને સુરક્ષિત ભવિષ્ય માટે ડિજિટલ બેંકિંગને પ્રાથમિકતા આપી

બેંક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન એના ડિજિટલ પ્લેટફોર્મ પર 41 લાખ નવા યુઝર્સને સામેલ કર્યા છે, જેમાંથી 34 લાખ યુઝર્સ એપ્રિલથી મે, 2020 વચ્ચે ઉમેરાયા છે, જે ડિજિટલ બેંકિંગ સેવાઓની વ્યાપક સ્વીકાર્યતા અને વપરાશનો પુરાવો છે. ઉપરાંત લાયકાત ધરાવતા 88 ટકા સેવિંગ્સ બેંક ખાતા TAB …

Read More »

UDMA ટેકનોલોજીસ સાથે પાર્ટનરશિપમાં યસ બેંકે સ્માર્ટ ફોન અને ફીચર ફોન યુઝર્સ માટે વિશિષ્ટ ડિજિટલ વોલેટ ‘યુવા પે’ લોંચ કર્યું

યસ બેંકે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ માટે સક્ષમ બનાવવા UDMA ટેકનોલોજીસ સાથે પાર્ટનરશિપમાં વિશિષ્ટ ડિજિટલ વોલેટ ‘યુવા પે’ લોંચ કરવાની જાહેરાત કરી હતી. કોવિડ-19 લોકડાઉન પછી દેશ તબક્કાવાર રીતે અનલોક થઈ રહ્યો હોવાથી ડિજિટલ  બેંકિંગ સેવાઓનો સુવિધાજનક અનુભવ મેળવવા સમુદાયોને સક્ષમ બનાવવાના યસ બેંકના ઝડપી ઇનોવેશનના પ્રયાસોના ભાગરૂપે આ જોડાણ થયું છે. …

Read More »

લોકડાઉન દરમિયાન આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમિટેડે વીડિયો e-KYC સિસ્ટમથી અડધા લાખથી વધારે નવા રોકાણકારોને ઉમેર્યા

આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (મહત્ત્વપૂર્ણ નોન-બેંક ફાઇનાન્સિયલ સર્વિસીસ જૂથ) અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ (ABSLMF)ની પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમિટેડે આજે જણાવ્યું હતું કે, ગ્રાહકોને ઓન બોર્ડ લેવાની પેપરલેસ પદ્ધતિમાં વધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન અત્યાર સુધી એસેટ મેનેજર કંપનીએ એની હાઈ-એન્ડ વીડિયો e-KYC …

Read More »