Breaking News
Home / બિઝનેસ / એક્સિસ બેંકએ વ્હોટ્સએપ બેંકિંગ શરૂ કર્યું – કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે તમારી મનપસંદ ચેટિંગ એપ પર બેંકિંગ સુવિધાઓ મેળવો

એક્સિસ બેંકએ વ્હોટ્સએપ બેંકિંગ શરૂ કર્યું – કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે તમારી મનપસંદ ચેટિંગ એપ પર બેંકિંગ સુવિધાઓ મેળવો

ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકએ એના ગ્રાહકોને મૂળભૂત બેંકિંગ સેવાઓ પૂરી પાડવા લોકપ્રિય ચેટિંગ એપ વ્હોટ્સએપ સાથે પાર્ટનરશિપ કરી છે. એનાથી ગ્રાહકો તેમના એકાઉન્ટનું બેલેન્સ, તાજેતરમાં કરેલા નાણાકીય વ્યવહારો, ક્રેડિટ કાર્ડની ચુકવણીઓ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટની વિગતો મેળવવાની સાથે રિયલ-ટાઇમમાં તેમના પ્રશ્રોના જવાબો મેળવી શકશે.

વ્હોટ્સએપ બેંકિંગનો ઉપયોગ કરીને ગ્રાહકો હવે તેમના બેંકિંગ વ્યવહારો, નજીકની શાખા, એટીએમ કે લોન સેન્ટરના લોકેશન જેવી માહિતી સાથે સંબંધિત પ્રશ્રો માટે એક્સિસ બેંક સાથે ચેટ કરી શકે છે તેમજ વિવિધ બેંકિંગ ઉત્પાદનો માટે અરજી કરી શકે છે. તેઓ સુરક્ષિત એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ચેનલનો ઉપયોગ કરીને તેમના ક્રેડિટ કે ડેબિટ કાર્ડને બ્લોક પણ કરી શકે છે.

આ પહેલ બેંકની દિલ સે ઓપન ફિલોસોફીને સુસંગત છે, જે ગ્રાહકને સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સતત ઇનોવેશન દ્વારા વધુ સુવિધા આપે છે. એક્સિસ બેંક વ્હોટ્સએપ બેંકિંગ રજાના દિવસો સહિત 24×7 ઉપલબ્ધ છે અને સર્વિસ બેંકના ગ્રાહકો અને ગ્રાહકો ન હોય એવી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ થશે. આ સંપૂર્ણપણે સલામત છે, કારણ કે આ સુરક્ષિત એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ચેનલ પર કામ કરે છે.

આ લોંચ પર એક્સિસ બેંકના ઇવીપી અને ડિજિટલ બેંકિંગના હેડ સમીર શેટ્ટીએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ અમે ડિજિટલ બેંકિંગ દ્વારા ગ્રાહકો સાથે નવા માધ્યમમાં જોડાણ પ્રદાન કરીને અમારા ગ્રાહકોના જીવનમાં ભજવી શકીએ એ ભૂમિકાને પુનઃપરિભાષિત કરવાનો છે. આ ટેકનોલોજી ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે તેમજ અમારા તમામ ગ્રાહકો અને ગ્રાહકો ન હોય એવા લોકોને પણ સરળ અને વ્યક્તિગત અનુભવ પ્રદાન કરશે.’’

 

About Kevalnews

Check Also

ગોદરેજ ઇન્ટિરિયોને બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળ્યા

અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *