Breaking News
Home / બિઝનેસ / એક્સિસ સીક્યોરિટીઝની ઓનલાઇન બ્રાન્ડ એક્સિસ ડાયરેક્ટએ બોન્ડ્સ અને ડિબેન્ચર્સમાં સરળતાપૂર્વક રોકાણ કરવા ઓનલાઇન પ્લેટફોર્મ ‘યિલ્ડ’ પ્રસ્તુત કર્યું

એક્સિસ સીક્યોરિટીઝની ઓનલાઇન બ્રાન્ડ એક્સિસ ડાયરેક્ટએ બોન્ડ્સ અને ડિબેન્ચર્સમાં સરળતાપૂર્વક રોકાણ કરવા ઓનલાઇન પ્લેટફોર્મ ‘યિલ્ડ’ પ્રસ્તુત કર્યું

એક્સિસ ડાયરેક્ટએ આજે સેકન્ડરી માર્કેટમાં બોન્ડ્સ અને ડિબેન્ચર્સની ખરીદી અને વેચાણ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ યિલ્ડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. એક્સિસ ડાયરેક્ટ એ એક્સિસ સીક્યોરિટીઝની ઓનલાઇન બ્રાન્ડ છે અને એક્સિસ સીક્યોરિટીઝ એ એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. રોકાણની સરળ પ્રક્રિયા સાથે યિલ્ડ પ્રથમ પ્રકારની પહેલ છે, જે રિટેલ રોકાણકારોને ડેટ માધ્યમોમાં સીધું રોકાણ કરવાની સુવિધા આપે છે. આ બોન્ડ સંસ્થાઓ સાથે અલગથી કેવાયસી માટેની જરૂરિયાત કે ફિઝિકલ ફોર્મ ભરવાની મુશ્કેલી દૂર કરે છે. સુરક્ષિત વિકલ્પોમાં જ નાણાકીય વ્યવહારો કરવાની સુવિધા આપવા આ સેકન્ડરી માર્કેટમાં રોકાણ માટે ઉપલબ્ધ ‘AAA’થી ‘A’ રેટિંગ ધરાવતા ગુણવત્તાયુક્ત ડેટ માધ્યમો એગ્રીગેટ કરશે. સ્પર્ધાત્મક દર અને ટેકનિકલ જાણકારી પૂરી પાડી યિલ્ડ રોકાણકારોને રોકાણનો ઉચિત નિર્ણય લેવા સક્ષમ બનાવશે. અમલ થનાર નાણાકીય વ્યવહારોનું ટ્રેડિંગ અને સેટલમેન્ટની જાણકારી બીએસઈ એનડીએસ પ્લેટફોર્મ પર આપવામાં આવશે.

યિલ્ડ દ્વારા બોન્ડમાં રોકાણ સલામત અને પ્રમાણમાં ઊંચું વળતર મેળવવા માટે રોકાણના નવા વિકલ્પો શોધતા રોકાણકારો માટેનું નવું પ્લેટફોર્મ છે. આ ડાઇવર્સિફિકેશન ઉપરાંત બોન્ડ્સમાં રોકાણ ફિક્સ્ડ વ્યાજદરને કારણે બજારની વધઘટ દરમિયાન સલામતી પૂરી પાડશે. બોન્ડ્સ રોકાણકારોને ઊંચી નિશ્ચિત વળતર સાથે તેમના રોકાણમાંથી વધારે સારું મૂલ્ય મેળવવા સક્ષમ બનાવશે. જ્યારે યિલ્ડની UX પ્રોડક્ટ દરેક બોન્ડ પર સમજણને અતિ સરળ બનાવે છે, ત્યારે શ્રેષ્ઠ અને અદ્યતન બ્રાઉઝિંગ અનુભવ આપશે.

આ લોંચ પર એક્સિસ સીક્યોરિટીઝના એમડી અને સીઇ શ્રી બી ગોપકુમારે કહ્યું હતું કે, એક્સિસ સીક્યોરિટીઝમાં અમે અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ સોલ્યુશનો પ્રસ્તુત કરીને તેમના રોકાણમાંથી મહત્તમ વળતર મેળવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે ટેકનોલોજીથી સંચાલિત છતાં સરળ સોલ્યુશનો પૂરા પાડવા આતુર છીએ, જેથી અમારા રોકાણકારો બજારની કોઈ પણ સ્થિતિમાં સ્પર્ધામાં આગળ રહે. યિલ્ડ સાથે અમારો આશય શ્રેષ્ઠ ઓનલાઇન પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે અગાઉ મોટા કોર્પોરેશન, ફેમિલી ઓફિસ કે એચએનઆઇ (હાઇ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ)ને જ વહેલાસર ઉપલબ્ધ રોકાણની સુવિધા હવે રિટેલ રોકાણકારોને આપીશું. અમને વિશ્વાસ છે કે, અમારા સરળ પ્લેટફોર્મ, ઉપયોગી જાણકારીઓ અને ગુણવત્તાયુક્ત સાથસહકાર સાથે અમારા રોકાણકારો આ પ્રોડક્ટને મૂલ્ય સંવર્ધન પ્રદાન કરશે.

 યિલ્ડની મુખ્ય ખાસિયતો

  • અલગથી કેવાયસીની જરૂર નહીં
  • ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નહીં
  • સંપૂર્ણપણે ઓનલાઇન બોન્ડની ખરીદી
  • બોન્ડ્સ અને ડિબેન્ચર્સની ખરીદી કરવા માટે વન સ્ટોપ શોપ
  • સુમાહિતગાર નિર્ણય લેવાની ક્ષમતા
  • બોન્ડ્સ વિશેની સમજણ

About Kevalnews

Check Also

ગોદરેજ ઇન્ટિરિયોને બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળ્યા

અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *