Breaking News
Home / બિઝનેસ / સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડે યુએડીએઆઈ પાસેથી એયુએ/કેયુએ મંજૂરી મેળવી

સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડે યુએડીએઆઈ પાસેથી એયુએ/કેયુએ મંજૂરી મેળવી

સીડીએસએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (સીવીએલ)ને એ જાહેરાત કરવાનો આનંદ થાય છે કે, કંપનીને યુએડીએઆઈએ 25 ફેબ્રુઆરી, 2021ના રોજ સ્થાનિક ઓથેન્ટિકેશન યુઝર એજન્સી (એયુએ)/ઇ-કેવાયસી યુઝર એજન્સી (કેયુએ) તરીકે કામગીરી શરૂ કરવાની મંજૂરી મળી છે.

આ મંજૂરીને પગલે સીવીએલ એયુએ/કેયુએ તરીકે ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બની છે તથા ઓનલાઇન આધાર આધારિત ઇકેવાયસી અને ઇસાઇનનો ઉપયોગ કરીને સરળતાપૂર્વક ઓનલાઇન એકાઉન્ટ ઓપનિંગ ઓફર કરવા મધ્યસ્થી સંસ્થાઓને વધુ સુવિધા આપશે.

અત્યારે સીવીએલ મૂડીબજારની મધ્યસ્થી સંસ્થાઓને આધાર આધારિત ઇસાઇન સર્વિસીસ પ્રદાન કરવા કન્ટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટીઝ (સીસીએ)માં સર્ટિફાઇંગ ઓથોરિટી તરીકે પણ રજિસ્ટર છે. આધાર આધારિત ઇસાઇન સર્વિસ સાથે આધાર આધારિત ઇકેવાયસી સર્વિસ ઓનલાઇન એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે તેમજ ઓનલાઇન કેવાયસી અને એકાઉન્ટ ખોલવા માટેના ટર્નએરાઉન્ડ ટાઇમમાં ઘટાડો કરશે.

સીવીએલ ટૂંક સમયમાં તેના ક્લાયન્ટ્સના ડિમેટ અને બ્રોકિંગ એકાઉન્ટ ખોલવા તથા ઓનલાઇન કેવાયસી પ્રક્રિયા હાથ ધરવા ઓન-લાઇન એકાઉન્ટ ઓપનિંગ (ઓએલએઓ) સોફ્ટવેર પણ પ્રસ્તુત કરશે. સીવીએલની ઓએલએઓ ઓનલાઇન આધાર આધારિત ઇકેવાયસી અને ઇસાઇનનો ઉપયોગ કરીને સરળતાપૂર્વક ઓનલાઇન એકાઉન્ટ ખોલવા પર તેમજ મધ્યસ્થી સંસ્થાઓની નોંધણી કરવા તેમજ સબ-કેયુએ તરીકે લાઇવ થવા પર ભાર મૂકશે.

આ પ્રસંગે સીવીએલના એમડી અને સીઇઓ શ્રી સુનિલ આલ્વારેસે કહ્યું હતું કે, આધાર આધારિત ઇ-સાઇન સાથે આધાર ઇ-કેવાયસી અને સીવીએલનું ઓનલાઇન એકાઉન્ટ ઓપનિંગ સોફ્ટવેર મધ્યસ્થી સંસ્થાઓને ઓનલાઇન કેવાયસી ફોર્માલિટીઝ કર્યા પછી ઓનલાઇન ડિમેટ અને બ્રોકિંગ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે. આ પ્રયાસ કાર્યદક્ષતા વધારવા, સમય અને ખર્ચમાં બચત સાથે સરળતાપૂર્વક ઓનબોર્ડ લેવા શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ પ્રદાન કરશે.

સીડીએસએલના એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરાએ કહ્યું હતું કે, અમારી પેટાકંપની – સીવીએલ માટે એયુએ મંજૂરી ઇકોસિસ્ટમ ઊભી કરવા અમારું વિઝન હાંસલ કરવા પ્રેરક બનશે, જે અમારા આત્મનિર્ભર નિવેશક એટલે કે આત્મનિર્ભર રોકાણકાર માટે સુવિધાજનક અને સુરક્ષિત છે. અમે મૂડીબજારના સહભાગીઓ, ખાસ કરીને રોકાણકારને અમારી અન્ય ગ્રૂપ કંપનીઓ સાથે સીડીએસએલ અને સીવીએલની સલામત ડિજિટલ સેવાઓ મારફતે સક્ષમ બનાવવા પર ભાર મૂકવાનું ચાલુ રાખીશું.

About Kevalnews

Check Also

ગોદરેજ ઇન્ટિરિયોને બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળ્યા

અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *