Breaking News
Home / બિઝનેસ / પ્રથમ ત્રિમાસિક ગાળામાં મહિન્દ્રા લોજિસ્ટિક્સની આવક રૂ. 410 કરોડ; EBITDA રૂ. 0.6 કરોડ

પ્રથમ ત્રિમાસિક ગાળામાં મહિન્દ્રા લોજિસ્ટિક્સની આવક રૂ. 410 કરોડ; EBITDA રૂ. 0.6 કરોડ

ભારતની અગ્રણી 3PL સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (MLL)એ 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના કુલ નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા.

નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી સાથે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરીની સરખામણી

 

  • આવક રૂ. 410 કરોડ, જે ગયા વર્ષે રૂ. 899 કરોડ હતી
  • EBITDA રૂ. 0.6 કરોડ, જે ગયા વર્ષે રૂ. 47 કરોડ હતી
  • PBT રૂ. -22 કરોડ હતો, જે ગયા વર્ષે રૂ. 29 કરોડ હતો
  • PAT રૂ. -17 કરોડ હતો, જે ગયા વર્ષે રૂ. 19 કરોડ હતો
  • શેરદીઠ આવક (EPS ડાઇલ્યુટેડ) રૂ. -2.21, જે ગયા વર્ષે રૂ. 2.60 હતી

મુખ્ય કામગીરી

  • ત્રિમાસિક ગાળામાં કંપનીની કામગીરીને લોકડાઉન અને દેશભરમાં કામગીરીમાં ઊભા થયેલા વિક્ષેપની અસર થઈ હતી.
  • પર્યાપ્ત તકેદારીઓ સાથે તબક્કાવાર રીતે કામગીરી ધીમે ધીમે ફરી શરૂ થઈ હતી અને અમે માસિક ધોરણે કામગીરીમાં વધારો જોઈ રહ્યાં છીએ.
  • કંપનીએ હાલના વાતાવરણમાં કાર્યકારી ખર્ચ અને નિશ્ચિત ખર્ચમાં ઘટાડો કરવા કામગીરી કરી છે. કુલ માર્જિન %માં નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળા જેટલું જાળવી રાખ્યું છે.
  • પડકારજનક વાતાવરણ વચ્ચે પણ અમે ત્રિમાસિક ગાળા દરમિયાન કેટલાંક ગ્રાહકો સાથે લાઇવ થયા હતા. અમારા મેનેજમેન્ટ અંતર્ગત વેરહાઉસ સ્પેસમાં 0.25 મિલિયન સ્ક્વેયર ફીટ સુધીનો વધારો થયો હતો.
  • કંપનીએ અસરકારક કાર્યકારી મૂડી અને રોકડ પ્રવાહનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કર્યું છે, જેથી નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક ફ્રી રોકડ રકમ ઊભી થઈ છે.

આ કામગીરી પર મહિન્દ્રા લોજિસ્ટિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ શ્રી રામપ્રવીણ સ્વામિનાથને કહ્યું હતું કે,

“આ પડકારજનક સ્થિતિસંજોગોમાં કંપનીએ ગ્રાહકને જાળવી રાખવા, ખર્ચમાં ઘટાડા અને રોકડપ્રવાહમાં વધારા સાથે મજબૂત કામગીરી કરી છે. ત્રિમાસિક ગાળો પડકારજનક હતો, જેમાં કોવિડ-19 રોગચાળાને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન અને વિક્ષેપની સંપૂર્ણ અસર થઈ હતી. ઉદ્યોગની કામગીરીમાં નોંધપાત્ર ઘટાડો, વર્ક ફ્રોમ હોમ (WFH)ના વ્યાપમાં વધારા અને વ્યવસાયના નબળાં સેન્ટિમેન્ટની સંપૂર્ણ અર્થતંત્ર અને ઉદ્યોગ પર અસર થઈ હતી. જ્યારે અમે મે અને જૂનમાં ત્રિમાસિક ધોરણે કામગીરીમાં સુધારો જોયો હતો, ત્યારે મોટા ભાગના બજારોમાં કોવિડ-19 પૂર્વ કરતાં માગ ઓછી જળવાઈ રહી છે.

અમારા કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને અમે સલામત કામગીરી, સ્કિલિંગ અને વેલનેસના પ્રોગ્રામો શરૂ કર્યા હતા. અમે આવશ્યક સેવાઓ પ્રદાન કરવા અમારા ગ્રાહકો સાથે પાર્ટનરશિપ કરી છે, અમે અમારા સમુદાયોને સપોર્ટ કર્યો છે, જેમાં એલાઇટ ઇમરજન્સી કેબ સર્વિસ પ્રદાન કરવી, HOPE પ્રોગ્રામ દ્વારા રાહત પ્રદાન કરવી અને અન્ય સામુદાયિક રાહત કાર્યક્રમો હાથ ધરવા જેવી બાબતો સામેલ છે.

આર્થિક પ્રવૃત્તિમાં સુધારો શરૂ થયો છે અને અમે આગામી ત્રિમાસિક ગાળામાં સુધારો કરવાની સારી પોઝિશનમાં છીએ. અમે ઇ-કોમર્સ, FMCG અને ફાર્મામાં અમારા કસ્મટર રિલેશનમાં વધારો કર્યો છે તથા સોલ્યુશન્સ પ્રદાન કરવા, કાર્યકારી ઉત્કૃષ્ટતા હાંસલ કરવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા ધ્યાન વધારે કેન્દ્રિત કર્યું છે.”

About Kevalnews

Check Also

એલએન્ડટી મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *