Breaking News
Home / બિઝનેસ / બજાજ ઇલેક્ટ્રિકલ્સ સાથે મહિન્દ્રા લોજિસ્ટિક્સે સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ માટે ‘સમૃદ્ધિ’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બજાજ ઇલેક્ટ્રિકલ્સ સાથે મહિન્દ્રા લોજિસ્ટિક્સે સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ માટે ‘સમૃદ્ધિ’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (બીઇએલ) અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (એમઆઇએલ)એ આજે નવીન લોજિસ્ટિક્સ ઓપ્ટિમાઇઝેશન અને આઉટસોર્સિંગ વ્યવસ્થા માટે એક સમજૂતી કરી હોવાની જાહેરાત કરી હતી. આ સમજૂતી અંતર્ગત મહિન્દ્રા લોજિસ્ટિક્સ દ્વારા બજાજ ઇલેક્ટ્રિકલ્સની સંપૂર્ણ લોજિસ્ટિક્સ સેવાઓને સંપૂર્ણપણે એન્ડ-ટૂ-એન્ડ નવેસરથી ડિઝાઇન કરવામાં આવી છે અને એનું આઉટસોર્સિંગ થયું છે, જે ઉદ્યોગમાં સેવાનું સંવર્ધિત અને શ્રેષ્ઠ સ્તર હાંસલ કરવાનો તથા લોજિસ્ટિક્સના ખર્ચમાં 25 ટકાથી વધારેની બચતનો બે પ્રકારનો ઉદ્દેશ ધરાવે છે. ભારતીય લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ સમજૂતીમાં કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય આગામી 5 વર્ષમાં રૂ. 1000 કરોડથી વધારે હશે તથા વિશિષ્ટ અને સાથસહકારના સમાધાનનું પરિણામ છે.

સંયુક્તપણે કામ કરીને એમએલએલએ બીઇએલ માટે લોજિસ્ટિક્સ નેટવર્કને ટેકનોલોજી, શ્રેષ્ઠ પદ્ધતિ અને ઓટોમેશન દ્વારા સ્ટોરેજનો અસરકારક ઉપયોગ, પરિવહન વ્યવસ્થાપન તથા પુરવઠાની હેરફેર સાથે સંપૂર્ણપણે નવેસરથી ડિઝાઇન અને કોન્સોલિડેટ કર્યું છે. નેટવર્કનું હાર્દ દિલ્હી અને મુંબઈમાં લેટેસ્ટ ટેકનોલોજી, ઓટોમેશન અને કૌશલ્ય-નિર્માણ સાથે બે મોટા અત્યાધુનિક મેગા-વેરહાઉસિસ છે, જે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારશે, વેરહાઉસની પર્યાવરણને અનુકૂળ અને સાતત્યપૂર્ણ રીત લાવશે. આ નેટવર્ક સંપૂર્ણપણે આઇટી-અનેબલ્ડ ફૂલફિલમેન્ટ સેન્ટર્સ હશે, જેમાંથી બીઇએલના ડિલર્સ, વિતરકો, ગ્રાહકો બજારમાં અગ્રણી ડિલિવરી લીડ ટાઇમ્સ મેળવશે. આ સોલ્યુશનના ભાગરૂપે એમએલએલ ડેડિકેટેડ લોંગ-હૉલ કાફલો અને સ્થાનિક વિતરણ ટ્રક્સનો સ્વસ્થ સંકલન સ્થાપિત કરશે, જે લેટેસ્ટ ટ્રેકિંગ ટેકનોલોજી અને કન્ટ્રોલ ટાવર ઓપરેશન્સ દ્વારા સક્ષમ હશે. મહિન્દ્રા લોજિસ્ટિક્સ દ્વારા ઇડેલમાંથી ઇલેક્ટ્રિક ડિલિવરી ટ્રક્સનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુરૂપ લોજિસ્ટિક્સ તરફ પણ આગેકૂચ કરવામાં આવશે.

બીઇએલ માટે આ પ્રોજેક્ટ સ્પર્ધાત્મક લાભ તરીકે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટનો ઉપયોગ કરીને નોંધપાત્ર પરિવર્તન સમાન છે. આ પ્રસંગે બીઇએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુજ પોદ્દારે કહ્યું હતું કે, બજાજ ઇલેક્ટ્રિકલ્સમાં અમે અમારા ગ્રાહકો અને અન્ય હિતધારકો માટે મૂલ્ય સંવર્ધન કરવા વિવિધ વ્યૂહાત્મક પહેલો તરફ સક્રિયપણે કામ કરી રહી છે. એમએલએલ સાથે આ જોડાણ આ પ્રકારની મુખ્ય પહેલ પૈકીની એક છે અને મને વિશ્વાસ છે કે, આ સમજૂતી અમારા લોજિસ્ટિક્સમાં પરિવર્તન લાવવામાં મદદ કરશે, અમારા ગ્રાહકોને અસરકારક સેવા આપવામાં મદદરૂપ થશે, અમારી સ્પર્ધાત્મકતા વધારશે અને માર્જિનમાં પણ વધારો કરશે.

એમએલએલ માટે આ સીમાચિહ્ન સફળતા પર એના સીઇઓ અને એમડી શ્રી રામપ્રવીણ સ્વામિનાથને કહ્યું હતું કે, મારું માનવું છે કે, જ્યારે અમે બીઇએલ માટે જે કામગીરી કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ એ વિશિષ્ટ અને અસાધારણ છે, તેમના ગ્રાહકોની સેવાના સ્તરમાં નોંધપાત્ર વધારો કરશે, ત્યારે સાથે સાથે ખર્ચમાં ઘટાડો કરશે. હું નથી માનતો કે, આ નેટવર્ક ડિઝાઇન, વેરહાઉસ મેનેજમેન્ટ તથા ટ્રાન્સપોર્ટ ઓપ્ટિમાઇઝેશન અને કન્ટ્રોલમાં ટેકનોલોજીના બહોળા ઉપયોગ વિના શક્ય બનશે. ઉદ્યોગના વર્ટિકલ્સમાંથી અમને શીખવા મળેલા બોધપાઠો અમને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ માટે ઇનોવેટિવ સોલ્યુશન ઊભું કરશે, જે અમારી પહોંચ, જાણકારી અને ટેકનોલોજીમાં રોકાણનો સમાન રીતે ઉપયોગ કરશે.

આ જોડાણ કોઈ પણ અગ્રણી ભારતીય બિઝનેસ ગ્રૂપ દ્વારા સંપૂર્ણ લોજિસ્ટિક્સનું મુખ્ય એન્ડ-ટૂ-એન્ડ આઉટસોર્સિંગ છે. બજાજ ઇલેક્ટ્રિકલ્સ અને મહિન્દ્રા સ્પર્ધાત્મક લાભ હાંસલ કરવા અને ખર્ચને અસરકારક બનાવવા તમામ વ્યવસાયોમાં લોજિસ્ટિક્સ જોડાણ જળવાઈ રહેશે.

About Kevalnews

Check Also

ગોદરેજ ઇન્ટિરિયોને બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળ્યા

અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *