Breaking News
Home / બિઝનેસ / પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામોની જાહેરાત કરી

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામોની જાહેરાત કરી

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (‘PEL’, NSE: PEL, BSE: 500302,912460)એ 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના એના કુલ પરિણામોની આજે જાહેરાત કરી હતી.

Financial Highlights

ફાર્મામાં મૂડીભંડોળ ઊભું કરવું:

 • વિશ્વના ટોચના રોકાણકાર કાર્લાઇલ સાથે પિરામલ ફાર્મામાં 20 ટકા હિસ્સા માટે 490 મિલિયન ડોલરનું નવા ઇક્વિટી રોકાણ માટે સમજૂતી; 2,775 મિલિયન ડોલરનું ઇવી પર મૂલ્યાંકન, જેમાં 360 મિલિયન ડોલરનો અપસાઇડ કમ્પોનેન્ટ

બેલેન્સશીટની મુખ્ય બાબતો:

 • શેરધારકની ઇક્વિટી 15 ટકા વધીને રૂ. 31,018 કરોડ, જે ગયા વર્ષમાં રૂ. 26,856 કરોડ હતી
 • છેલ્લાં 1 વર્ષમાં ચોખ્ખા ઋણમાં રૂ. 13,902 કરોડનો ઘટાડો; ચોખ્ખો ડેટ-ટૂ-ઇક્વિટી ઘટીને 2x, જે વર્ષ અગાઉ 1.9x હતો

આવક / ઋણ:

 • નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન લાંબા ગાળાનું ઋણ રૂ. 9,600 કરોડ ઊભું કરવામાં આવ્યું
 • ડેટ (≥ 1 વર્ષની મુદ્દત)/ઇક્વિટી/ડાઇવેસ્ટમેન્ટ વ્યવહારો દ્વારા છેલ્લાં 1 વર્ષ*માં ઋણ કુલ આંતરિક પ્રવાહ આશરે રૂ. 35,680 કરોડ

*જેમાં જૂન, 2019માં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ (એસટીપીએફસી)માં હિસ્સાના વેચાણમાંથી રૂ. 2,300 કરોડની આવક સામેલ છે

 નફા અને નુકસાનની મુખ્ય બાબતો:

 • આવક વાર્ષિક ધોરણે 8 ટકા સુધી ઘટીને રૂ. 3,187 કરોડથી રૂ. 2,937 કરોડ થઈ
 • ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 448 કરોડથી રૂ. 496 કરોડ થયો

પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ચેરમેન શ્રી અજય પિરામલે કહ્યું હતું કે, અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત કામગીરી કરી છે. અમારો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 496 કરોડ થયો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી લિક્વિડિટી પોઝિશનમાં નોંધપાત્ર વધારો થયો છે અને અમારી બેલેન્સ શીટ મજબૂત થઈ છે. વૈશ્વિક રોગચાળાને કારણે સુસ્તી હોવા છતાં અમે આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ કંપની કાર્લાઇલ સાથે પિરામલ ફાર્મામાં 490 મિલિયન ડોલરનું સ્ટ્રેટેજીક વૃદ્ધિ રોકાણ ઊભું કરવા સમજૂતી કરી હતી. આ અમારા વ્યવસાયની ક્ષમતાની પુનઃપુષ્ટિ કરે છે. નાણાકીય સેવાઓમાં અમે અમારી મુખ્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ પર પ્રગતિ કરી છે, કારણ કે અમે મલ્ટિ-પ્રોડક્ટ, ટેક-સક્ષમ રિટેલ ધિરાણ પ્લેટફોર્મ ઊભું કરવાનું જાળવી રાખીશું તેમજ હોલસેલ પોર્ટફોલિયોમાં વિવિધતા વધારી છે.

અમારા બંને વ્યવસાયો માટે સ્પષ્ટપણે પરિભાષિત વૃદ્ધિ યોજનાની સાથે હવે અમે લાંબા ગાળાની સાતત્યપૂર્ણ કામગીરી પ્રદાન કરવાના તબક્કામાં છીએ. હું આ મુશ્કેલ વૈશ્વિક વાતાવરણમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ અમારા કર્મચારીઓને બિરદાવું છું અને એમનો આભાર માનું છું.

વ્યવસાયની મુખ્ય કામગીરી

નાણાકીય સેવાઓ:

 • કુલ લોન બુક રૂ. 51,265 કરોડ
 • લોન બુકમાં લોનધારકોમાં વધારો; ટોચના 10- લોનધારકોની લોનની રકમમાં ગયા વર્ષ કરતાં રૂ. 4,000 કરોડ સુધીનો ઘટાડો થયો
 • કોવિડ-19 રોગચાળાની શરૂઆત સાથે પોર્ટફોલિયો પર એની અસરનું મૂલ્યાંકન કરવા વિશ્લેષણ કર્યું અને અમે સંભવિત જોખમો ઘટાડવા સક્રિય સુધારજનક પગલાં લેવાનું જાળવી રાખ્યું
 • ડિજિટલ-સંચાલિત, મલ્ટિ-પ્રોડક્ટ રિટેલ ધિરાણ પ્લેટફોર્મ ઊભું કરવા નોંધપાત્ર પ્રગતિ
 • વ્યવસાયનો પાયો નાંખ્યો અને હાલના વાતાવરણમાં શીખવામાં આવેલી બાબતો સામેલ કરી
 • GNPA રેશિયો 5% (માર્ચ, 2020માં 2.4% હતો), જેમાં લોન બુકમાં જોગવાઈ 5.9 ટકા
 • જૂન, 2020 સુધીમાં હોલસેલ લોન માટે જોગવાઈ3% અને નોન- NPA ખાતા 5%
 • મૂડીપૂર્તતા રેશિયો 33% (જૂન, 2019માં 23%)
 • ચોખ્ખો ડેટ-ટૂ-ઇક્વિટી રેશિયો 2 ગણો (જે ડિસેમ્બર, 2018માં 4.4 ગણો)

ફાર્મા:

 • નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,038 કરોડની આવક એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડ-19 રોગચાળાની અસર હોવા છતાં નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવકની 90 ટકા આવક કરી
 • અમેરિકામાં સોલિડ ઓરલ ડોઝેજ ડ્રગ પ્રોડક્ટ સુવિધા એક્વાયર કરી, જે ઇનઓર્ગેનિક તકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અમારી સ્ટ્રેટેજીને સુસંગત
 • ભારતમાં ઉપભોક્તા ઉત્પાદનો ત્રિમાસિક ધોરણે 28 ટકા સુધી વધીને રૂ. 104 કરોડ

About Kevalnews

Check Also

એલએન્ડટી મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *