Breaking News
Home / બિઝનેસ / પિરામલ ફાર્મા સોલ્યુશન્સે ઇમ્યૂન-સ્ટિમ્યુલેટિંગ એન્ટિબોડી કોન્જ્યુગેટ્સ અને સ્ટરાઇલ ફિલ-ફિનિશ માટે બોલ્ટ બાયોથેરાપેટિક્સ સાથે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી

પિરામલ ફાર્મા સોલ્યુશન્સે ઇમ્યૂન-સ્ટિમ્યુલેટિંગ એન્ટિબોડી કોન્જ્યુગેટ્સ અને સ્ટરાઇલ ફિલ-ફિનિશ માટે બોલ્ટ બાયોથેરાપેટિક્સ સાથે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી

અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને ઉત્પાદન કંપની (CDMO) પિરામલ ફાર્મા સોલ્યુશન્સે આજે જાહેરાત કરી હતી કે, કંપની કેન્સરના દર્દીઓમાં બોલ્ટના નૈદાનિક અભ્યાસના 1/2 તબક્કામાં BDC-1001 ISAC ડ્રગ સબસ્ટન્સ અને ડ્રગ પ્રોડક્ટ એમ બંને સપ્લાય કરીને બોલ્ટ બાયોથેરાપેટિક્સ (બોલ્ટ) પ્રદાન કરે છે.

પિરામલ ફાર્મા સોલ્યુશન્સ (PPS)ની ટીમ HER2-એક્સપ્રેસ્સ્ડ નક્કર ગાંઠો ધરાવતા દર્દીઓની સારવાર માટે બોલ્ટના BDC-1001ને એની ઇન્ટિગ્રેટેડ ડ્રગ ડેવલપમેન્ટ મોડલ લાગુ કરે છે. પ્રોગ્રામમાં PPSની ગ્રેજમાઉથ, યુકે સાઇટમાં ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ અને ISAC ડેવલપમેન્ટ અને ઉત્પાદન સામેલ છે. પછી ડ્રગ સબસ્ટન્સનું પ્રોસેસિંગ lsat PPSના લેક્સિંગ્ટન દ્વારા લાયોફિલાઇઝ, સ્ટરાઇલ ફિલ-ફિનિશમાં કરવામાં આવે છે. આ PPSની બે સાઇટમાં સાતત્યપૂર્ણ ઇન્ટિગ્રેશન છે, જે ક્લિનિકને ડિલિવરી અને વિતરણના સમયમાં ઘટાડો કરે છે, જે PPSની દર્દી-કેન્દ્રિત ફિલોસોફીનું ઉદાહરણ છે.

પિરામલ ફાર્મા સોલ્યુશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર ડીયંગના જણાવ્યા મુજબ, “બોલ્ટનું ટેકનોલોજી પ્લેટફોર્મ પૂર્વનૈદાનિક મોડલમાં મહત્ત્વપૂર્ણ, સકારાત્મક ડેટા પ્રદર્શિત કરે છે, જેમાં ગાંઠની સામે ઇમ્મ્યૂનોલોજિકલ મેમરીનો વિકાસ સામેલ છે અને અત્યારે માનવ નૈદાનિક પરીક્ષણો ચાલુ છે. આ પ્રક્રિયામાં ISACsના ઉત્પાદનનો વપરાશ આવશ્યક છે, કારણ કે એન્ટિબોડી ડ્રગ કોન્જ્યુગેટ (ADC)નું ઉત્પાદન અમને આ સેગમેન્ટમાં અમારી કુશળતાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. અમારી આ નવીન ISACsનું ઉત્પાદન અને પેકેજિંગ કરવાની ક્ષમતા બોલ્ટની દવાનો વિકાસ કરવલાની કાર્યદક્ષ, સંકલિત પ્રક્રિયા સૂચવે છે. અમે અમારા દર્દી-કેન્દ્રીત અભિગમ પ્રત્યે કટિબદ્ધતા જાળવીશું અને અમને દર્દીઓ પર રોગનું ભારણ ઘટાડવામાં મદદ કરવા બોલ્ટ જેવા ઉદ્યોગમાં અગ્રણી સાથે પાર્ટનરશિપ કરવા ગર્વ છે.”

બોલ્ટ બાયોથેરોપેટિક્સ માટે સીએમસી અને ક્વોલિટીના વીપી નાથન ઇહલેએ ઉમેર્યું હતું કે, “બોલ્ટ ISAC ટેકનોલોજીમાં લીડર છે અને પિરામલ ફાર્મા સોલ્યુશન્સ સાથે અમારી પાર્ટનરશિપ ક્લિનિકમાં અમારી ટેકનોલોજી લાવવા મહત્ત્વપૂર્ણ છે. પિરામલનો વાણિજ્યિક ધોરણે ADCsનું ઉત્પાદન કરવામાં અનુભવ બોલ્ટને BDC-1001ના વિકાસ માટે વિશ્વસનિય પાર્ટનર પ્રદાન કરશે.”

ડ્રગ સબસ્ટન્સથી ડ્રગ પ્રોડક્ટ ઉત્પાદનનું પ્રથમ ચક્ર PPSના સંકલિત પ્રોગ્રામ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આગળના તબક્કામાં પ્રગતિ થઈ રહી છે, કારણ કે વધારે વિકાસ ભવિષ્યના લોકેશન અને નવા ક્લિનિકલ પ્રોગ્રામમાં લાભદાયક રહેશે.

About Kevalnews

Check Also

એલએન્ડટી મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *