Breaking News
Home / બિઝનેસ / રેમન્ડ આ સ્વતંત્રતા દિવસે ‘વ્હીલ્સ ઓફ ફ્રીડમ’ કલેક્શન સાથે ‘વોકલ ફોર લોકલ’ના જુસ્સાને ફરી જગાવશે

રેમન્ડ આ સ્વતંત્રતા દિવસે ‘વ્હીલ્સ ઓફ ફ્રીડમ’ કલેક્શન સાથે ‘વોકલ ફોર લોકલ’ના જુસ્સાને ફરી જગાવશે

સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાના જુસ્સાની ઉજવણી કરવા ભારતની અગ્રણી ફેબ્રિક અને એપેરલ ઉત્પાદક અને રિટેલર રેમન્ડે ભારતના 74મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા ખાદીના વસ્ત્રોનું નવું અને વિશિષ્ટ કલેક્શન વ્હીલ્સ ઓફ ફ્રીડમ લોંચ કર્યું છે. અત્યારે ખાદી ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જે સ્વદેશી વસ્ત્ર, સ્વાભિમાન અને દેશાભિમાન સાથે સંકળાયેલું છે. ફેશનની દુનિયામાં ખાદી ભારતની આગળ ઓળખ કરવા અગ્રેસર છે. ફેશનમાં પર્યાવરણને અનુકૂળ ફેબ્રિક સાથે નવા ઇકોમર્સ પ્લેટફોર્મ www.myraymond.com તેમજ ભારતમાં રેમન્ડ સ્ટોર્સ પર શર્ટ્સ, ટ્રાઉઝર્સ, બંડી, બંધગળા, કુર્તા, જેકેટ્સનું લેટેસ્ટ કલેક્શન ઉપલબ્ધ છે. રેમન્ડનું નવું ખાદીનું કલેક્શન ભારતની વાઇબ્રન્ટ સંસ્કૃતિ અને અમારા કારીગરોની સમર્પણનું પ્રતીક છે.

ખાદી હાથવણાટ અને હાથથી કાંતેલુ વસ્ત્ર હોવાની સાથે પર્યાવરણને અનુકૂળ છે તેમજ અદમ્ય ભારતીય જુસ્સાનું પ્રતીક છે. વર્ષ 1925માં પોતાની શરૂઆતથી રેમન્ડ સ્થાનિક ઇકોસિસ્ટમને સપોર્ટ કરે છે અને અનેક સ્વદેશી બ્રાન્ડ પણ ઊભી કરી છે. આ પહેલ પર ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ હરિ સિંધાનિયાએ કહ્યું હતું કે, ખાદી એક પહેલ છે, જેની સાથે હું ઉત્સાહપૂર્વક સંકળાયેલો છું. ખાદીના દરેક વણાટમાં પ્રેમ અને શ્રમના ભારતીય જુસ્સા અને સંસ્કૃતિના ઊંડા મૂળિયા છે. કારીગરોને ઉચિત વળતર આપવા આ અભિયાનને આગળ વધારવાની અમારી જવાબદારી છે, જેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા વારસાને આગળ વધારી રહ્યાં છે. રેમન્ડમાં અમારું માનવું છે કે, ખાદીનું બારીક વણાટ ભારતીય કારીગરીના અદમ્ય જુસ્સાનો પડઘો પાડે છે અને ભારતીય ટેક્સટાઇલને નવી ઊંચાઈ પર લઈ જવાની અમારી સફરની આ માત્ર શરૂઆત છે.

રેમન્ડ સંપૂર્ણપણે નવા ઇકોમર્સ પ્લેટફોર્મ પર આ લેટેસ્ટ પહેલ વ્હીલ ઓફ ફ્રીડમને પ્રોત્સાહન આપે છે અને કોવિડ-19 રોગચાળા વચ્ચે ગ્રાહકોને કોન્ટેક્ટલેસ સલામત ડિલિવરી કરે છે. કલાકારોએ વણેલી, સ્ટાઇલિસ્ટોએ ફરી તૈયાર કરેલી રેમન્ડની ખાદી પહેરીને આ સ્વતંત્રતા દિવસ પર સુંદર ભારતીય વણાટકળાના સમૃદ્ધ વારસાને ગર્વ સાથે અપનાવો. આ કલેક્શન વિવિધ વિકલ્પો પણ ધરાવે છે, જે એથનિક

 પ્રસંગો માટે અનુકૂળ છે, જેની આપણે આપણા પ્રિયજનો સાથે ઘરે ઉજવણી કરીએ છીએ અને સોશિયલ મીડિયા પર સુંદર ક્ષણોને વહેંચીએ છીએ. ફેમિલીનું ઓનલાઇન ગેટ ટૂગેધર અને ડિજિટલ ઉજવણી ન્યૂ નોર્મલ હોવાની સાથે આ આકર્ષક છતાં સુંદર વસ્ત્રો સ્વતંત્રતાના જુસ્સાની ઉજવણી કરે છે.

રાષ્ટ્રવાદી જુસ્સાને આગળ વધારવા રેમન્ડે ખાદી મેનિફેસ્ટો રજૂ કર્યો છે, જે ખાદી – યે સિર્ફ ખાદી નહીંનો જુસ્સો પ્રદર્શિત કરે છે. જ્યારે વ્યક્તિ ખાદી પહેરે છે, ત્યારે સ્વતંત્રતાનો પુનઃપુષ્ટિ કરે છે. સંસ્કૃતિ અને ફેશનને એકતાંતણે બાંધીને ખાદી એકવીસમી સદીમાં યુવાનોને આકર્ષે છે. ચોક્કસ, ખાદી મજબૂતી સાથે ફરી બેઠા થવાની ફિલોસોફીને વ્યક્ત કરે છે.

હવે રેમન્ડનું વ્હીલ્સ ઓફ ફ્રીડમ કલેક્શન www.myraymond.com પર ઉપલબ્ધ છે, અથવા રેમન્ડ સ્ટોર્સ અને અગ્રણી મલ્ટિ બ્રાન્ડ આઉટલેટમાંથી ખરીદી શકાશે.

About Kevalnews

Check Also

એલએન્ડટી મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *