દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ એના વિશિષ્ટ શોપિંગ ફેસ્ટિવલ – ‘યોનો સુપર સેવિંગ ડેઝ’ની બીજી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. 4 માર્ચથી શરૂ થનાર આ ચાર દિવસીય શોપિંગ ફેસ્ટિવલ 7 માર્ચના રોજ પૂર્ણ થશે. આ કાર્નિવલ એસબીઆઈના બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સને ડિસ્કાઉન્ટ અને કેશબેકની એક્સક્લૂઝિવ રેન્જ ઓફર કરશે.
યોનો સુપરસેવિંગ ડેઝનું સતત બીજા મહિને પુનરાગમન થયું છે, જેને યોનોના યુઝર્સ અને મર્ચન્ટ પાર્ટનર્સે જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. એમાં વધુને વધુ યુઝર અને મર્ચન્ટ પાર્ટનર સામેલ થઈ રહ્યાં છે તથા 4થી 7 ફેબ્રુઆરી, 2021 સુધી યોજાયેલી એની પ્રથમ એડિશન દરમિયાન નાણાકીય વ્યવહારોના વોલ્યુમમાં વધારો થયો હતો.
હવે બીજી એડિશન 4થી 7 માર્ચ, 2011 સુધી લાઇવ થશે, જેમાં ટ્રાવેલ, હોસ્પિટાલિટી, હેલ્થ, એપેરલ્સ અને ઓનલાઇન શોપિંગ સહિત અગ્રણી કેટેગરીઓમાં શ્રેષ્ઠ ઓફર સામેલ છે. આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન 36 મિલિયનથી વધારે યુઝર્સને શોપિંગનો ખરો આનંદ પ્રદાન કરવા યોનોએ એમેઝોન, અપોલો 2417, ઇઝમાયટ્રિપ, ઓયો, વેદાન્તુ અને રેમન્ડ સહિત કેટલાંક ટોચના મર્ચન્ટ સાથે પાર્ટનરશિપ કરી છે. યોનો સુપર સેવિંગ ડેઝની માર્ચ, 2021 એડિશનમાં ગ્રાહકો હોટેલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, એપેરલ્સ, હેલ્થ કેટેગરીઓ પર 50 ટકા સુધીની છૂટ તેમજ એમેઝોન પર વધુ 7.5 ટકા અનલિમિટેડ કેશબેકનો લાભ મેળવી શકે છે.