Breaking News
Home / ગેસ્ટ કૉલમ / સીટીએન સુધારણા બિલ, 2020માં પ્રસાર ઉદ્યોગમાં પરિવર્તનકારક ફેરફારો પ્રત્યે ઉદાસીનતા જાળવવામાં આવી છે

સીટીએન સુધારણા બિલ, 2020માં પ્રસાર ઉદ્યોગમાં પરિવર્તનકારક ફેરફારો પ્રત્યે ઉદાસીનતા જાળવવામાં આવી છે

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડ્રાફ્ટ કેબલ ટેલીવિઝન નેટવર્ક્સ (નિયમન) સંશોધિત બિલ, 2020 પ્રસ્તુત કર્યું છે, જેમાં કેબલ ટેલીવિઝન નેટવર્ક્સ (નિયમન) ધારા, 1995માં અનેક સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

દાયકાઓથી પ્રસારણ ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. પ્રસારણ ઉદ્યોગમાં ટેકનોલોજી સાથે સંબંધિત પરિવર્તનો થયા છે અને ગ્રાહકની કન્ટેન્ટ જોવાની રીતોમાં ફેરફારો થઈ રહ્યાં છે, જેના કારણે કાયદામાં આ પ્રકારની જોગવાઈઓ કરવાની જરૂરિયાત છે.

હકીકતમાં વર્ષ 2006, 2009, 2012 વગેરેમાં અનેક સુધારા થયા છે તેમજ તાજેતરમાં અપલિન્કિંગ અને ડાઉનલિન્કિંગ માર્ગદર્શિકાઓ રજૂ કરવામાં આવી છે, જે એનાલોગમાંથી ડિજિટલ યુગ તરફની આગેકૂચને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત થઈ છે. જોકે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના વિસ્તરણ અને પહોંચ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ડિજિટલ માધ્યમોમાં ઝડપથી વૃદ્ધિ અને હાલના અતિ સ્પર્ધાત્મક વાતાવરણને ધ્યાનમાં રાખીને અત્યારે નવા સુધારાઓની આવશ્યક બની ગયા છે. હકીકતમાં કોવિડ-19 કટોકટીએ ઉદ્યોગની ડિજિટલ આગેકૂચને ઝડપી બનાવી છે.

પરંતુ સંશોધિત સુધારણા બિલમાં થોડા પરિવર્તનકારક ફેરફારો કરવામાં આવ્યાં નથી, જેણે હાલ ઉદ્યોગને આકાર આપ્યો છે અને પરિભાષિત કરે છે – જે તમામ માધ્યમો અને સેગમેન્ટમાં સમાનતા લાવવા ચોક્કસ પુનઃમૂલ્યાંકનની જરૂરિયાત વ્યક્ત કરે છે.

સંતુલન સ્થાપિત કરવું

સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પરિબળોમાંનું એક પરિબળ છે – બે માધ્યમો (પરંપરાગત અને ડિજિટલ) વચ્ચે સંતુલન સ્થાપિત કરવું, જેનાથી નીતિનિયમોનું પાલન થાય. જ્યાં સુધી OTTનો સવાલ છે, ત્યાં સુધી કોઈ કડક નીતિનિયમો નથી, જેને સ્વનિયમન અને નિયંત્રણ પર છોડી દેવામાં આવ્યાં છે. એની સરખામણીમાં બ્રોડકાસ્ટર્સ, MSOs અને અન્ય ઓપરેટર્સને લાઇસન્સ ચુકવવું પડશે, કેરિજ ચુકવવું પડશે અને પ્રોગ્રામિંગની કડક આચારસંહિતાનું પાલન પણ કરવું પડશે. એનાથી ટેલીવિઝન પ્રસારકો માટે બિનસ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયું છે.

પરિણામે બ્રોડકાસ્ટ ઉદ્યોગ સ્વનિયમન પર આધારિત ‘ઓટો-મોડ’ અપનાવવા વધારે ઉદાર અને નરમ અભિગમ ઇચ્છે છે. આ હાંસલ કરવાની એક રીત સેલ્ફ-રેટિંગ વ્યવસ્થા સ્થાપિત કરવાનો હોઈ શકે છે, જેમાં દરેક પ્રી-રેકોર્ડેડ પ્રોગ્રામને રેટિંગ કેટેગરીઓ (7+, 13+, 18+) હેઠળ મૂકી શકાશે, જેને પ્રોગ્રામની શરૂઆતમાં રજૂ કરવામાં આવશે – જેથી દર્શકોને અગાઉથી કઈ વયના દર્શકો માટે આ પ્રોગ્રામ હોવાની જાણકારી મળશે. જ્યારે આ પ્રકારનો અભિગમ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને વધુ મજબૂત કરશે, ત્યારે ટેલીવિઝન પર રચનાત્મકતાને વેગ મળશે અને કન્ટેન્ટ ક્રિએશનને પ્રોત્સાહન મળશે. હકીકતમાં પ્રોગ્રામિંગ કોડની જોગવાઈઓ માટે એક અભ્યાસ હાથ ધરી શકાશે અને રેટિંગ સિસ્ટમની અસરકારકતાનું વિશ્લેષણ કરી શકાશે.

એ જ રીતે, પ્રોગ્રામ શરૂ થાય અગાઉ વાંધાજનક કન્ટેન્ટની અગાઉથી ચેતવણી આપી શકાશે કે હિંસા, સેક્સ, અશ્લિલતા, અભદ્ર ભાષા વગેરે પાસાઓનો ઉલ્લેખ કરી શકાશે, જેથી દર્શકો વધારે સુમાહિતગાર નિર્ણય લઈ શકશે. પ્રોગ્રામિંગ કોડને વધારે ઉદાર બનાવવાનું અન્ય એક પાસું છે – પ્રોગ્રામિંગ નિયંત્રણો સાથે કેટલીક કન્ટેન્ટને પ્રાઇમ ટાઇમ પછી પ્રસારિત કરવાની છૂટ આપવી.

બ્રોડકાસ્ટરનું નવું પરિપ્રેક્ષ્ય

અન્ય સેગમેન્ટની સરખામણીમાં સમાચારનું પ્રસારણ અલગ બાબત છે અને પ્રોગ્રામિંગ કોડના અમલીકરણની દ્રષ્ટિએ વધારે જટિલ છે. રિપોર્ટિંગની અનપેક્ષિત અને અનિયંત્રિત પ્રકૃતિ, 24×7 દર્શકોને સુમાહિતગાર કરવા, સચોટતા, તટસ્થતા અને ઉદ્દેશ સાથે સમાચારો પ્રસારિત કરવા – આ તમામ પાસાં પ્રોગ્રામિંગ કોડ માટે અજાણતા અવરોધ પેદા કરી શકે છે.

જ્યારે રચનાત્મક અને નાટ્યાત્મક રજૂઆતના કેટલાંક પાસાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પ્રોગ્રામિંગ કોડ એ હકીકતનો સ્વીકાર ન કરી શકે કે સત્યને નિર્ભયતા સાથે, કોઈ પણ પ્રકારના દબાણ વિના રજૂ કરવાની જરૂર પડશે. હકીકતમાં લાઇવ રિપોર્ટિંગ દરમિયાન પ્રોગ્રામિંગ કોડનું પાલન અતિ પડકારજનક બની શકે છે.

એટલે ન્યૂઝ સેગમેન્ટમાં પ્રોગ્રામિંગ કોડના પાલન અને અમલને બદલે ‘સંપાદકીય વિવેક’ કે ‘સમજણ’ને પ્રાધાન્યતા આપવાની જરૂર પડશે. લોકોને ઘટનાઓની સાચી જાણકારી મેળવવાનો અધિકાર છે, જેની સાથે પ્રોગ્રામિંગ કોડના પાલન અને અમલને કારણે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થઈ શકે અને સમાધાન ન કરવું જોઈએ.

ઉપરાંત ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ અલગ કન્ટેન્ટ કોડ ધરાવે છે અને ઉલ્લંઘનના કેસમાં NBSAના ચુકાદાની વ્યવસ્થા ધરાવે છે. આદર્શ રીતે આને જ ફરજિયાત વ્યવસ્થા બનાવવી પડશે અને પ્રોગ્રામિંગ કોડનો હિસ્સો બનાવવો પડશે તેમજ એના અમલ માટે વ્યવસ્થા કરવી પડશે.

પ્રોગ્રામિંગ અને એડવર્ટાઇઝિંગ કોડનો કોયડો

વ્યવસાયને અનુકૂળ નીતિનિયમોને બદલે ડ્રાફ્ટ ચોક્કસ પ્રકારની પ્રોગ્રામિંગ જોગવાઈઓ માટે દંડ/ગુનાહિત ઉલ્લંઘનની જોગવાઈઓ ધરાવે છે, જે અસ્પષ્ટ અને વિવેકાધિન છે.

ઉદાહરણ તરીકે, પ્રોગ્રામિંગ કોડ (નિયમ 6)માં “શિષ્ટાચાર કે સભ્યતાનો ભંગ” અથવા “કશું પણ અશ્લિલ” કે “જાહેરમાં અનિયંત્રિત પ્રદર્શન માટે અનુચિત” જેવા અસ્પષ્ટ શબ્દોનો પ્રયોગ થયો છે, જે અર્થઘટનને આધિન છે, ખાસ કરીને વિવિધતાસભર અને ગીચ વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં.

ઉપરાંત આ નિયમ સરકાર અને અમલીકરણ સંસ્થાઓના હાથમાં વ્યક્તિલક્ષી અર્થઘટન કે એક કે અન્ય પૂર્વાગ્રહ અંતર્ગત પર કથિત જોગવાઈઓના દુરુપયોગ કરવાની સુવિધા આપશે, જે પ્રેસની સ્વંતત્રતા પર મરણતોલ ફટકાની જેમ કામ કરી શકે છે.

એ જ રીતે જાહેરાતની આચારસંહિતામાં ઘણી જોગવાઈઓમાં અસ્પષ્ટતા અને દ્વિધા છે. આ આચારસંહિતામાં ‘શિષ્ટતા અને સભ્યતા’, ‘સુંદરતા’, ‘ગમે એવું’, ‘વધારે પડતું અભદ્ર નહીં’, ‘સૂચિત’, ‘અસભ્ય’ જેવા શબ્દોનો પ્રયોગ થયો છે, જે વ્યક્તિલક્ષી અર્થઘટન કરવાની પુષ્કળ તક આપે છે.

આ પ્રકારની સ્થિતિમાં કથિત આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કારાવાસની સજા થવાની કોઈ પણ દરખાસ્તનો દુરુપયોગ થવાની શક્યતા છે. એટલે આ માળખામાં સ્વનિયમન અને ઓછામાં ઓછી સજાની જરૂર છે.

એડ કેપ નિયંત્રણ પર પુનર્વિચારણાની જરૂર

જાહેરાતની આવક (ખાસ કરીને એફટીએ ચેનલ્સના કેસમાં) પર અસ્તિત્વ ધરાવતા ઉદ્યોગો પર અતાર્કિક નિયંત્રણો પણ આર્થિક દ્રષ્ટિએ અવ્યવહારિકતા તરફ દોરી જશે, જેની પ્રસારકોની કાર્યકારી વ્યવહારિકતા પર નોંધપાત્ર અસર થશે.

ઉપરાંત એડ કેપ નિયમ વિવિધ સેગમેન્ટમાં એકસમાન રીતે લાગુ કરવાની જોગવાઈ ધરાવે છે, જેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. લાઇવ ચેનલો અને ફ્રી-ટૂ-એર ચેનલો માટે કથિત નિયમ એકસમાન ન હોઈ શકે. જો કોઈ ચેનલ અતિ જાહેરાતો પીરસીને પ્રોગ્રામિંગની ગુણવત્તા સાથે સમાધાન કરે, તો ગ્રાહકો જ તેને પસંદ ન કરે એવી શક્યતા છે. એટલે મંત્રાલયે ઉપભોક્તાને સશક્ત કરવા આતુર થવું પડશે અને બજારમાં ઉદાર અભિગમ અપનાવવો પડશે, જેથી છેવટે અર્થતંત્રના ઉદારીકરણ અને વેપારવાણિજ્યની સરળતામાં મદદ મળશે.

છેલ્લે, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન જાહેરાતના નિયમોની સરખામણીમાં ભારતમાં નિયમો સાથે કરવાની પણ જરૂર છે, જેથી રૂઢિચુસ્ત બજારો અને ઉદાર બજારોમાં જાહેરાતનો સંપૂર્ણ દ્રષ્ટિકોણ ઊભો કરવામાં મદદ મળશે. આ રીતે ઉપભોક્તાને કેવી રીતે સક્ષમ બનાવવા અને વધારે પ્રગતિશીલ નિયમો માટેનો આગ્રહ રાખીને વ્યવસાયને સરળ કરવાનો નિર્ણયો કેવી રીતે લેવા એના પર વધારે સ્પષ્ટતા મળશે.

About Kevalnews

Check Also

ભારતમાં આર્થિક લિંગભેદને દૂર કરવા વીમાઉદ્યોગમાં મહિલાઓની ભૂમિકાને પ્રોત્સાહન આપી

સીમા ત્રિકન્નડ – ઇવીપી અને ચીફ, એચ અને મેનેજમેન્ટ સર્વિસીસ ઇરડાના લેટેસ્ટ વાર્ષિક રિપોર્ટ મુજબ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *