Breaking News
Home / Uncategorized / આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે વીએ મોબાઇલ રિચાર્જીસ પર હેલ્થ વીમાના ફાયદા પૂરા પાડવા જોડાણ કર્યું

આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે વીએ મોબાઇલ રિચાર્જીસ પર હેલ્થ વીમાના ફાયદા પૂરા પાડવા જોડાણ કર્યું

રોગચાળાની વર્તમાન સ્થિતિએ અનપેક્ષિત બિમારીની દેશની સામાજિક-આર્થિક સ્થિતિ પર થયેલી ગંભીર માઠી અસર પર ધ્યાન ખેંચ્યું છે. નેશનલ સર્વે રિપોર્ટ (જુલાઈ, 2020માં પ્રકાશિત થયો હતો) મુજબ, ફક્ત 14 ટકા ભારતીય ગ્રામીણ વસ્તી અને 19 ટકા શહેરી ભારત હેલ્થ વીમાકવચ ધરાવે છે. ઊંચા તબીબી ખર્ચ સાથે હેલ્થ વીમા પર ઓછી જાણકારી આપણા લોકોની બચત પર મહત્ત્વપૂર્ણ ભારણરૂપ છે.

આ ઉપયોગી જાણકારી સાથે આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ (ABHI) સાથે જોડાણમાં ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ પ્રથમ પ્રકારની પ્રોડક્ટ ઓફર – વી હોસ્પિકેરપ્રસ્તુત કરી છે. વી હોસ્પિકેરની આ વિશિષ્ટ ઓફર પ્રીપેઇડ ગ્રાહકોના હોસ્પિટલાઇઝેશન માટે કવચ પ્રદાન કરશે. વીના ગ્રાહકોને ABHI પાસેથી 24 કલાકના હોસ્પિટલાઇઝેશનના ગાળા માટે રૂ. 1,000 સુધીનું અને આઇસીયુ માટે રૂ. 2,000 સુધીનું કવચ મળશે. આ ઓફર કોવિડ-19 કે અન્ય અગાઉથી અસ્તિત્વ ધરાવતા રોગ સહિત બિમારીઓ માટે હોસ્પિટલાઇઝેશન કવચ પ્રદાન કરે છે. વી હોસ્પિટકેર હેલ્થ વીમાની સુવિધા ઓફર કરે છે, જેનો લાભ રૂ. 51 અને રૂ. 301ની અલગ-અલગ કિંમત પર બે વાજબી રિચાર્જ કરાવતાં મોટી સંખ્યામાં પ્રી-પેઇડ ગ્રાહકો લઈ શકે છે.

 

રિચાર્જ કિંમત હેલ્થ બેનિફિટ ટેલ્કો બેનિફિટ વેલિડિટી
રૂ. 51 રૂ. 1000/દિવસ 500 SMS ફ્રી 28 દિવસ
રૂ. 301 રૂ. 1000/દિવસ અનલિમિટેડ કોલ્સ   + 1.5 GB ડેટા/ દિવસ + 2GB એક્સ્ટ્રા + 100 SMS / દિવસ 28 દિવસ

ICU સારવારનાં કેસમાં ગ્રાહકોને દિવસદીઠ રૂ. 2,000ની ડબલ ચુકવણી મળશે.

  વી હોસ્પિટકેરની ખાસિયતો:

ખાસિયતો વિગત
ડેઇલી કેશ બેનિફિટ દરરોજ રૂ. 1000
ICU સારવાર ICU સારવાર માટે દરરોજ રૂ. 2000
કવરેજનો ગાળો વીમાકવચ 51/301ના દરેક રિચાર્જ

પર

28 દિવસ સુધી લંબાશે

વયજૂથ 18થી 55 વર્ષ
હોસ્પિટલાઇઝેશનદીઠ મર્યાદા ઇવેન્ટદીઠ 10 દિવસ
પોલિસીવર્ષ દીઠ મર્યાદા દર વર્ષે 30 દિવસ
કપાતને પાત્ર 1 દિવસ
પ્રથમ 30 દિવસનો વેઇટિંગ પીરિયડ ઉપલબ્ધ
અકસ્માતના કેસો માટે વેઇટિંગ પીરિયડ લાગુ નથી
ચોક્કસ બિમારીઓ માટે બે વર્ષનો વેઇટિંગ પીરિયડ લાગુ નથી
અગાઉથી અસ્તિત્વ ધરાવતા રોગો માટે વેઇટિંગ પીરિયડ લાગુ નથી

 

હોસ્પિટકેરની પહેલ પર વીના સીએમઓ અવનીશ ખોસલાએ કહ્યું હતું કે, “વીમાં અમે અમારા ઉપભોક્તાઓને સક્ષમ બનાવવા આતુર છીએ. અમે 1 અબજથી વધારે ભારતીય મોબાઇલ ફોન વપરાશકર્તાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નવીન, વાજબી સોલ્યુશનો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે જોડાણમાં વી હોસ્પિટકેર અમારા ગ્રાહકોને લાભદાયક, મૂલ્ય સંવર્ધિત સોલ્યુશનો પ્રદાન કરવા અમારા જોડાણ અંતર્ગત અન્ય એક પ્રયાસ છે. વીમાં હેલ્થ અને વેલનેસ મુખ્ય કેન્દ્રિત ક્ષેત્ર છે તથા આ પાર્ટનરશિપ સાથે અમે અમારા વપરાશકર્તાઓ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું લીધે છે, જે તેમને હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર લેવા અનપેક્ષિત ખર્ચનું નાણાકીય ભારણ ઓછું કરવામાં મદદરૂપ થશે. મને ખાતરી છે કે, કોઈ પણ પ્રકારનાં છૂપાં ખર્ચ વિના આ સરળ ઓફર અને લાભદાયક ફાયદા સમાજના તમામ વર્ગોના અમારા પ્રીપેઇડ ગ્રાહકો માટે અતિ લાભદાયક પુરવાર થશે.”

આ પાર્ટનરશિપ પર આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સના સીઇઓ મયંક બઠવાલે કહ્યું હતું કે, “દેશ બિનઆયોજિત તબીબી ખર્ચની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેમાં લોકોને તેમની બચતમાંથી તબીબી કટોકટીઓ માટે ચુકવણી કરવી પડે છે. આ ખર્ચાઓ કેટલાંક લોકો માટે અતિ નાણાકીય ભારણ અને ગરીબી તરફ દોરી શકે છે. આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સમાં અમારું માનવું છે કે, હેલ્થકેર કવચ સાર્વત્રિક બનવું જોઈએ અને અમે વાજબી ખર્ચે તમામ માટે જરૂરિયાત-આધારિત હેલ્થ વીમો પૂરો પાડવા આતુર છીએ. વી હોસ્પિકેર સરળતાપૂર્વક સુલભ સરળ હેલ્થ વીમાકવચ તરીકે કામ કરશે, જે સરળ દાવાઓ સાથે જરૂરી સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવાના લાભ પ્રદાન કરશે. વી સાથે આ પાર્ટનરશિપ જરૂરી પહોંચ પ્રદાન કરશે, જે અમારી વિવિધ આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા ગ્રાહકોને ઉપયોગી હેલ્થ વીમાકવચ પ્રદાન કરવાની કટિબદ્ધતાની પુષ્ટિ કરશે.”

ABHI હેલ્થ વીમો તમામ હોસ્પિટલો માટે લાગુ છે, જેમાં રજિસ્ટર્ડ સરકારી હોસ્પિટલો, એલોપેથી/આયુષ હોસ્પિટલો સામેલ છે. દાવો કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા વીના ગ્રાહકો ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને મૂળભૂત વેરિફિકેશનની સ્કેન કરેલી કોપી દર્શાવીને બેનિફિટનો દાવો કરી શકે છે.

About Kevalnews

Check Also

મહિન્દ્રા લાઇફસ્પેસીસ® અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એમઓયુ કર્યા

મહિન્દ્રા ગ્રૂપની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની મહિન્દ્રા લાઇફસ્પેસીસ® અને દેશની સૌથી મોટી હોમ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *